Skip to main content

Posts

રોલાં બાર્થ: સંકેત અને પ્રતિબદ્ધતા

* એમ.એ.ના અભ્યાસ દરમિયાન જાહેરાત પર શોધનિબંધ કરતો હતો ત્યારે મારા શિક્ષક તેમજ માર્ગદર્શક અજય સરવૈયાએ મને રોલાં બાર્થ (Roland Barthes) નું Mythologies પુસ્તક સૂચવ્યું, અને ત્યારથી શરુ થયો મારો રોલાં બાર્થ સાથેનો સંબંધ. બાર્થનું સંકેતવિજ્ઞાન પરનું કામ મારા રસનો વિષય હતું, જે આગળ જતાં મારાં બીજાં સંશોધનમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યું. આજે પણ બાર્થનું કામ વિવિધ વિદ્યાશાખાઓ અને અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અઢળક લખાણ તેમજ પ્રભાવ છતાં પણ “બાર્થીયન” કહેવાતા અભ્યાસીઓ કે શાખા જન્મી નથી. એનું એક મુખ્ય કારણ છે કે બાર્થ અલગ-અલગ અભ્યાસુઓ માટે અલગ-અલગ અર્થ ધરાવે છે, ઘણા માટે એ સંરચનાવાદી સંકેત-વિજ્ઞાની છે, તો ઘણા માટે એ અનુ-આધુનિકતાવાદી છે. એમનું કામ ફેશનની ટેગ-લાઈનથી લઈ ક્લાસિકલ સાહિત્ય સુધી વિસ્તરેલ છે. બાર્થના લેખનનું વિષયવસ્તુ એના સમય પ્રમાણે ખૂબ જ આધુનિક અને અલગ હતું. એમણે ફોટોગ્રાફીથી લઈ ફિલ્મો પર પણ લખ્યું; રેસલિંગ ફાઈટથી લઈ ક્લાસિકલ ડ્રામા, જાહેરાત, રાજકારણ, પેરીસ, આઇન્સ્ટાઇનનું મગજ, વગેરે. એમના કામમાં સંકેતવિજ્ઞાનના સિદ્ધાંત, સાહિત્યિક વિવેચન, ઇતિહાસને લગતું લેખન, મનોવૈજ્ઞાનિ...

અકુતાગાવાના “રાશોમોન”થી કુરોસાવાના “રાશોમોન” તરફ: કેટલાક અવલોકન

    ૧. માનવિય દ્રષ્ટિકોણ બહુમુખી હોય છે.   પરંતુ ,  એ જોવાની રીત અને જોયેલા દ્રશ્યોને શબ્દરૂપી અથવા બીજા કોઈ સંકેતોમાં રજુ કરવા એ વધુ રસપ્રદ છે.   બીજા શબ્દોમાં મુકું તો ,  આપણા દ્રષ્ટિકોણની પૂર્ણ રજૂઆત ખુબ જ મહત્વની છે ,  કારણ કે આ રજૂઆત હંમેશા પૂર્વગ્રહ મુક્ત હોઈ શકતી નથી.   કોઈ પણ પ્રકારનું વર્ણન આપણા પૂર્વગ્રહ ,  કલ્પના ,  મર્યાદા અને પ્રાથમિકતાથી દુષિત હોય છે.   જાપાનીઝ ફિલ્મ   ‘રાશોમોન’   ( Rashomon) 1   એક જ ઘટનાની ઘણી બધી રજુઆતો પ્રેક્ષક સમક્ષ મુકે છે.   જંગલમાં એક ઘટના ઘટે છે ,  ત્રણ વ્યક્તિ એ ઘટનામાં સંકળાયેલ છે ;  એકનો બળાત્કાર થાય છે અને એકનું મૃત્યુ.   દરેક રજૂઆતમાં આ સાતત્ય છે.   દરેક વ્યક્તિ પોતાની એક અલગ રજૂઆત મુકે છે ;  દરેકનું પોતાનું એક સત્ય છે.   એક પ્રેક્ષક તરીકે આપણને કોઈ એક ચોક્કસ સત્ય મળતું નથી.   પરંતુ ,  આ વર્ણનો એક જ ઘટના પરના વિવિધ દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે.   ફિલ્મમાંથી કોઈ એક સત્ય શોધવું શક્ય નથી લાગતું.   આપણે ...