આજે, સંકેતવિજ્ઞાનની ચર્ચામાં, હું એનાલોગ સંકેતોની સંકલ્પના પર વિસ્તૃત રીતે વાત કરવા માંગુ છું.
વ્યાખ્યા:
સંકેતવિજ્ઞાનમાં, એનાલોગ સંકેત એવા સંકેતો છે જેમાં સંકેતક (ભૌતિક સ્વરૂપ) (Signifier) અને સંકેતીત (સંકલ્પના) (Signified)
વચ્ચેનો સંબંધ સામ્યતાની ડિગ્રી પર આધારિત હોય છે, જે ઘણીવાર સતત શ્રેણી (continuum) પર આધારિત હોય છે, નહીં કે અલગ-અલગ એકમો પર. આનું વિરોધાભાસ ડિજિટલ સંકેતો (Digital
Signs) સાથે છે, જેમાં સ્પષ્ટ અને અલગ સીમાઓ હોય છે.
એનાલોગ સંકેતો, જેને આઇકોનિક સંકેત (Iconic
Signs) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ જે વસ્તુઓ કે સંકલ્પનાઓનું પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે સામ્યતા રાખીને અથવા તેનું અનુકરણ કરીને તેમનો અર્થ રજૂ કરે છે.
એનાલોગ સંકેતો જેવા કે દ્રશ્ય ચિત્રો, હાવભાવ, રચના, સ્વાદ અને ગંધ, એવા સંકેતો છે જે એક સતત શ્રેણી પર આધારિત સંબંધોમાં જોવા મળે છે, નહીં કે અલગ-અલગ એકમોમાં (ડિજિટલ સંકેતોથી વિપરીત). જોકે, નોંધ લેશો કે ડિજિટલ ટેકનોલોજી એનાલોગ સંકેતોને ડિજિટલ પ્રતિકૃતિઓમાં રૂપાંતરિત કરી શકે છે, જેમ કે ધ્વનિનું ડિજિટલ રેકોર્ડિંગ અથવા સ્થિર અને ગતિશીલ ચિત્રોનું ડિજિટલ રેકોર્ડિંગ, જે ‘મૂળ’ સંકેતોથી દૃષ્ટિની રીતે અસમાન હોઈ શકે છે.
સતત શ્રેણીના સંબંધો:
એનાલોગ સંકેતોમાં સંકેતક અને સંકેતીત વચ્ચેનો સંબંધ ઘણીવાર પૂર્ણ નથી હોતો. ઉદાહરણ તરીકે, એક નાનો ફોટોગ્રાફ અને તે જ વસ્તુનો મોટો ફોટોગ્રાફ બંને એનાલોગ સંકેતો છે, પરંતુ તેમની સામ્યતાની ડિગ્રી અથવા પ્રતિનિધિત્વનું પ્રમાણ અલગ હોય છે.
ડિજિટલ સંકેતો સાથે વિરોધાભાસ:
બીજી તરફ, ડિજિટલ સંકેતોનો તેમના અર્થ સાથે યાદચ્છીક (Arbitrary) અથવા સામાજિક સંમતિ પર આધારિત સંબંધ હોય છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજીમાં “cat” શબ્દનો પ્રાણી સાથે કોઈ આંતરિક સંબંધ નથી; તેનો અર્થ સામાજિક સંમતિ દ્વારા સ્થાપિત થાય છે.
ઉદાહરણો:
બિલાડીનો ફોટોગ્રાફ, શહેરનો નકશો, અથવા ઝાડનું ચિત્ર આ બધા એનાલોગ સંકેતોના ઉદાહરણો છે કારણ કે તેઓ જે વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે દૃશ્ય સામ્યતા ધરાવે છે.
#Semiotics #AnalogueSigns
#Signifier #Signified #DigitalSigns #IconicSign #Arbitrary
Comments
Post a Comment