Skip to main content

Posts

Showing posts from August, 2015

સ્ટ્રીટ આર્ટ: ધ સીટીસ્કેપ

૧. ૧૯૮૪ના જુલાઈ માસમાં પાણીગેટ શાકમાર્કેટની સામે આવેલ બાવચાવાડના સરકારી દવાખાનામાં વડોદરા શહેર-જીલ્લામાં જન્મ થયો. માંડવી-લાડવાળા વિસ્તારમાં થતા નિયમિત કોમી-તોફાનો અને તંગદીલીને કારણે ૧૯૮૬માં જ અણસમજ શહેરને પાવી-જેતપુર જેવા ગામડા ગામમાં બદલાવાનો નિર્ણય લીધો. જેમ અંગ્રેજી સાહિત્યના અભ્યાસ સંદર્ભે કહેવાય છે – Beowul થી Virginia Woolf – તેમ જ મારું પણ KG થી PG પાવી જેતપુર ગામમાં આટોપાય ગયું હોત. પરંતુ સદભાગ્યવશ PGના અભ્યાસઅર્થે હું વડોદરા આવ્યો ૨૦૦૪માં અને ૨૦૦૬ સુધી મારો અનુસ્તાતક પદવીનો અભ્યાસ ચાલ્યો. એ ગાળા દરમિયાન એક શાળામાં નાનકડી નોકરી પણ મળી, જેમાં વડોદરાને વધુ નજીકથી, વધુ સારી રીતે જોવાનો અવસર પ્રાપ્ત થયો. લગભગ ૨૦ વર્ષના અંતરે ફરી વડોદરામાં ઘર થયું. આ ૨૦ વર્ષના જેતપુર-વાસમાં વડોદરાને, અને આ બન્ને જગ્યાઓના અનુભવે, દુનિયાને થોડી તટસ્થતાપૂર્વક જોતા શીખવ્યું.         વડોદરામાં પુનઃપ્રવેશ બાદના મારા અનુભવો, પ્રશ્નો, અને મારું જુદાપણું, શહેરને જેવું છે તેવું ન સ્વીકારવાની, ન સ્વીકારી શકવાની, વૃતિ, એક તદ્દન અજાણ્યા કલાકારની કૃતિઓમાં મળી. જે કલાક...