તિબ્બતની સ્વતંત્રતાની ચળવળમાં કાર્યરત એવા ઘણાં તિબ્બતી મિત્રોને કારણે હાલમાં જ બે-ત્રણ સંગીત-સભામાં હાજરી આપવાની થઈ. ત્યાં મને સહુથી રસપ્રદ વસ્તુ લાગી તિબ્બતી ગિટાર. આ ગિટાર આપણે જોયેલી વેસ્ટર્ન ગિટારથી ખૂબ જ અલગ હતી. એનો આકાર નાનો હતો , એમાં પણ છ તાર ( strings) હતા. પરંતુ , એ છ તાર બે-બેની જોડીમાં મુકાયેલા હતા , જેથી દૂરથી જોતાં ત્રણ જાડા તાર હોય તેવું લાગતું. આ પ્ર કારની અલગ બનાવટના કારણે , તેના સૂર પણ વેસ્ટર્ન ગિટારથી બિલકુલ અલગ હતા. ૧ બીજા શબ્દોમાં કહીએ તો ગિટારમાં તિબ્બતી અવાજ હતો , પશ્ચિમી નહિ. આ સંગીતસભામાં કેટલાક તિબ્બતી મિત્રોએ દેશની સ્વતંત્રતા અને સ્વમાન માટે પોતાની ગિટાર પરથી સૂર છેડ્યા. એ કેટલું સારું હોય છે કે , જયારે તમે તમારા દુશ્મનને ઓળખી શકો છો. એ સમયે પોતાની દરેક જણસ બચાવવાનો પ્રયત્ન કરી શકાય છે , ગિટાર પણ , સૂર પણ , અને અવાજ પણ. શું થશે જો ગુજરાતી અવાજ જોખમમાં મૂકાશે તો ? આપણી પાસે તો એવી કોઈ ગિટાર રહી નથી , જેનાથી આપણે સંપૂર્ણ ગુજરાતી સૂર લગાવી અને આપણાં જ તૂટતા અને ભુંસાતા અવાજને બચાવી શકીએ. એ સમયે એવી કઈ વસ્તુ હશે કે જેને ગળે લગાડીને આપણે ર...