Skip to main content

Posts

Showing posts from January, 2020

રોલાં બાર્થ: સંકેત અને પ્રતિબદ્ધતા

* એમ.એ.ના અભ્યાસ દરમિયાન જાહેરાત પર શોધનિબંધ કરતો હતો ત્યારે મારા શિક્ષક તેમજ માર્ગદર્શક અજય સરવૈયાએ મને રોલાં બાર્થ (Roland Barthes) નું Mythologies પુસ્તક સૂચવ્યું, અને ત્યારથી શરુ થયો મારો રોલાં બાર્થ સાથેનો સંબંધ. બાર્થનું સંકેતવિજ્ઞાન પરનું કામ મારા રસનો વિષય હતું, જે આગળ જતાં મારાં બીજાં સંશોધનમાં પણ ખૂબ જ ઉપયોગી નીવડ્યું. આજે પણ બાર્થનું કામ વિવિધ વિદ્યાશાખાઓ અને અભ્યાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અઢળક લખાણ તેમજ પ્રભાવ છતાં પણ “બાર્થીયન” કહેવાતા અભ્યાસીઓ કે શાખા જન્મી નથી. એનું એક મુખ્ય કારણ છે કે બાર્થ અલગ-અલગ અભ્યાસુઓ માટે અલગ-અલગ અર્થ ધરાવે છે, ઘણા માટે એ સંરચનાવાદી સંકેત-વિજ્ઞાની છે, તો ઘણા માટે એ અનુ-આધુનિકતાવાદી છે. એમનું કામ ફેશનની ટેગ-લાઈનથી લઈ ક્લાસિકલ સાહિત્ય સુધી વિસ્તરેલ છે. બાર્થના લેખનનું વિષયવસ્તુ એના સમય પ્રમાણે ખૂબ જ આધુનિક અને અલગ હતું. એમણે ફોટોગ્રાફીથી લઈ ફિલ્મો પર પણ લખ્યું; રેસલિંગ ફાઈટથી લઈ ક્લાસિકલ ડ્રામા, જાહેરાત, રાજકારણ, પેરીસ, આઇન્સ્ટાઇનનું મગજ, વગેરે. એમના કામમાં સંકેતવિજ્ઞાનના સિદ્ધાંત, સાહિત્યિક વિવેચન, ઇતિહાસને લગતું લેખન, મનોવૈજ્ઞાનિ...