૧. માનવિય દ્રષ્ટિકોણ બહુમુખી હોય છે. પરંતુ , એ જોવાની રીત અને જોયેલા દ્રશ્યોને શબ્દરૂપી અથવા બીજા કોઈ સંકેતોમાં રજુ કરવા એ વધુ રસપ્રદ છે. બીજા શબ્દોમાં મુકું તો , આપણા દ્રષ્ટિકોણની પૂર્ણ રજૂઆત ખુબ જ મહત્વની છે , કારણ કે આ રજૂઆત હંમેશા પૂર્વગ્રહ મુક્ત હોઈ શકતી નથી. કોઈ પણ પ્રકારનું વર્ણન આપણા પૂર્વગ્રહ , કલ્પના , મર્યાદા અને પ્રાથમિકતાથી દુષિત હોય છે. જાપાનીઝ ફિલ્મ ‘રાશોમોન’ ( Rashomon) 1 એક જ ઘટનાની ઘણી બધી રજુઆતો પ્રેક્ષક સમક્ષ મુકે છે. જંગલમાં એક ઘટના ઘટે છે , ત્રણ વ્યક્તિ એ ઘટનામાં સંકળાયેલ છે ; એકનો બળાત્કાર થાય છે અને એકનું મૃત્યુ. દરેક રજૂઆતમાં આ સાતત્ય છે. દરેક વ્યક્તિ પોતાની એક અલગ રજૂઆત મુકે છે ; દરેકનું પોતાનું એક સત્ય છે. એક પ્રેક્ષક તરીકે આપણને કોઈ એક ચોક્કસ સત્ય મળતું નથી. પરંતુ , આ વર્ણનો એક જ ઘટના પરના વિવિધ દ્રષ્ટિકોણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. ફિલ્મમાંથી કોઈ એક સત્ય શોધવું શક્ય નથી લાગતું. આપણે ...