૧. જે સંસ્થાઓ આપણને મનુષ્ય તરીકેનો દરજ્જો પૂરો પડે છે, એ જ સસ્થાઓ આપણને આપણા મુખ્ય હક અને ફરજનો ભંગ કરતા પણ શીખવી શકે છે. શું થાય જો આપણે જેમને હમેશા સત્તાના કેન્દ્રથી દુર રાખ્યા છે, એ પોતે જ વિકેન્દ્રીકરણ લઇને તમારી સત્તાને જોખમમાં મુકે? શું થાય જયારે આપણા રક્ષક જ આપણો શિકાર કરવા નીકળે? શું થાય જો તમારી સંસ્થા જ તમારી વિરુદ્ધમાં હોય, ભલે પછી એ સંસ્થા રાજકીય હોય કે કૌટુંબિક? સોનબાઇ અને સરસ્વતી તમારી સમક્ષ આવા કેટલાક પ્રશ્નો મુકે છે ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ના માધ્યમ દ્વારા. સાથે સાથે અભુ મિયાં આખા ગામની વિરુદ્ધમાં જઈ ફરજ નહિ પણ ‘ઈમાન’ની વાત કરતા પોતાના પ્રાણોની આહુતિ આપી દે છે. એ પણ એ સ્ત્રીઓને બચાવવા જેમને એમના જ ગામે સુબેદારને સોંપી દીધી છે. ૨. ફિલ્મ ‘મિર્ચ મસાલા’ ૧૯૮૫માં કેતન મેહતા દ્વારા દિગ્દર્શિત હિન્દી ફિલ્મ હતી, જેને રાષ્ટ્રીય સ્તર પર બહુમાન પ્રાપ્ત છે. ફિલ્મની મુખ્ય કથાવસ્તુ ચુનીલાલ મડીયાની ટૂંકી વાર્તા ‘અભુ મકરાણી’ પર આધારિત હતી. પરંતુ ફિલ્મ એક સામાન્ય રૂપાંતર કરતા વધુ કહી આપે છે. ફિલ્મ વાર્તાના નાના કથાનકને સંદર્ભ પૂરો પાડે છે અને વાર્તાને સામાન્ય જનતા માટે ગ્રાહ્ય બ...