Skip to main content

Posts

Showing posts from June, 2014

ધી ડીઝીટલ બ્રાઈડ - જાવેદ ખત્રી

૧ “તો મેકલુહાન ૧ સાહેબ, તમારું અહિયાં, કદાચ, આ છેલ્લું ઈન્ટરવ્યું હશે. તમે કેવો અનુભવ કરી રહ્યા છો?” મારો તેમને પહેલો અને સીધો સવાલ. તેમણે એક સ્મિત વેર્યું અને કહ્યું, “વાત તો તમારી સાચી છે, બધાને એની માહિતી મળવી જોઈએ.” પોતાના ખીસામાંથી એક સ્માર્ટ ફોન કાઢી, તેમાં twitter શરુ કરી, એક twit કર્યું, “ last intrvw here, feelin awsm. Catch it soon..” twit પોસ્ટ કરી તેમણે મારી સામે જોયું. હું એ સ્માર્ટ ફોનની સ્માર્ટનેસમાં ખોવાયેલો હતો, મારા જેવો માણસ આવો ફોન ક્યારે ખરીદશે એ વિચારમાંથી બહાર નીકળી, મેં આગળ વાત ધપાવી. “લુહાન સાહેબ, તમે લખ્યું છે તેમ, આ વિવિધ સંચાર-માધ્યમો એ મનુષ્યના અંગોનું જ વિસ્તરણ છે ૨ , ટી.વી. મનુષ્યની દ્રષ્ટિ અને શ્રવણ શક્તિનું વિસ્તરણ, તો વિવિધ હથિયાર નહોર અને હાથનું વિસ્તરણ. આ દ્રષ્ટિકોણથી જોતા તમે આજની જાહેરખબરો વિષે શું કહેશો?” મને ખબર હતી કે પેહલા પ્રશ્નનો ઉત્તર હવે નહિ આવે. લુહાનજી એ એમના જાણીતા અંદાઝમાં વિચાર્યું અને જ્ઞાનોદય કરતા હોય તેવા અવાજમાં કહ્યું, “જાહેરખબરો મનુષ્યના સ્વપ્નોનું વિસ્તરણ છે.” બધા બધું સમજી ગયાના વહેમમાં એ ચુપ થઇ ગયા. ...